ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં ભરૂચ-નર્મદા જિલ્લા પાટણવાડીયા ઠાકોર સમાજના મોભીઓના સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ-નર્મદા જિલ્લામાં વસતા પાટણવાડીયા ઠાકોર સમાજના ઝઘડિયા તાલુકા હોદ્દેદારો દ્વારા ઝાડેશ્વર વિસ્તારમાં સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સન્માન સમારંભમાં સમાજના મોભીઓને ફુલહાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં વધુ અભ્યાસ કરતાં સમાજના વિદ્યાર્થીઓ અને લગ્ન વાંછુક યુવાનો-યુવતીઓના સમૂહ લગ્નના કાર્યક્રમ અંગે ચર્ચા થઈ હતી.
કોરોના કાળ દરમિયાન રહી ગયેલ કામોની મુક્તપણે ચર્ચા ચાલી હતી. આધુનિકતાના દોરમાં રહેલી સામાજિક બદીઓ દૂર કરવા સમાજના લોકો પોતે મક્કમ બની સમાજ અને દેશની ઉન્નતિમાં સહયોગ આપે તેવી ચર્ચાઓ થઈ હતી. આ પ્રસંગે સમાજને ઉપયોગી અને સમાજના મોભીઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહેશ પાટણવાડીયા, રમણ ઠાકોર, શનુ પાટણવાડીયા, ભરત સેડાલા, જગદીશ પાટણવાડીયા, મુન્ના ઠાકોર અને નિલેશ ઠાકોર સાહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
