ભરૂચના બ્લુચિપ કોમ્પ્લેક્સમાં આવેલા બ્લિંકિટ સ્ટોરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન સ્ટોરની હાઈજેનિક કન્ડિશન અને ખાદ્ય સામગ્રીના સંગ્રહ અંગે ગંભીર બેદરકારી સામે આવી હતી.ફૂડ વિભાગની તપાસ દરમિયાન કોલ્ડ સ્ટોરેજમાંથી બગડી ગયેલા શાકભાજી મળી આવ્યા હતા.

સાથે જ સ્ટોરમાં સ્વચ્છતા અને હાઈજેનિક કન્ડિશન યોગ્ય રીતે જાળવવામાં આવતી ન હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું.આ સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે બ્લિંકિટ સ્ટોરને નોટિસ ફટકારી હતી. નિયમોના ઉલ્લંઘનને પગલે વિભાગ દ્વારા સ્ટોર બંધ કરાવવામાં આવ્યો હતો.ફૂડ વિભાગની આ કાર્યવાહીને પગલે ખાદ્ય ચીજવસ્તુઓના સંગ્રહ, ગુણવત્તા અને સ્વચ્છતાના નિયમોના પાલન અંગે સવાલો ઉઠ્યા છે.