અંકલેશ્વરના પ્રાચીન રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આગામી તા 31 ઓગષ્ટના રોજ ભવ્ય ડાયરો અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.

અંકલેશ્વરના ભરૂચીનાકા પાસે પ્રાચીન રત્નેશ્વર મહાદેવ મંદિર આવેલું છે.પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે.આ મંદિર ખાતે વર્ષોથી શ્રાવણ માસમાં ભાતીગળ મેળો ભરાતો હતો.જો કે છેલ્લા 10 વર્ષથી મેળો બંધ થઇ ગયો હતો ત્યારે હાલ શ્રાવણ માસ નિમિતે સોમવારના રોજ પુનઃ ભાતીગળ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી તારીખ 31 ઓગષ્ટના સોમવારના રોજ મોડી સાંજના અરસામાં ભવ્ય લોક ડાયરો અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભક્તોને આ લોક ડાયરામાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે