ભરૂચના ત્રાલસી ગામ નજીક માલગાડીની રેલવે લાઇન પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અજાણ્યો હિન્દીભાષી વ્યક્તિ માલગાડીની અડફેટે આવી જતા તેના પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વ્યક્તિને મદદ કરી હતી. ત્યારબાદ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

108ની ટીમે ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

આ વ્યક્તિ રેલવે ટ્રેક પર કેવી રીતે પહોંચ્યો અને કયા સંજોગોમાં માલગાડીની અડફેટે આવ્યો તે અંગે રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે. સાથે જ ઇજાગ્રસ્ત વ્યક્તિની ઓળખ મેળવવા માટે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.