ભરૂચ : નેત્રંગ સ્મશાન ગુહમાંથી 2 સગળીની પ્લેટો અને કથેળાની તસ્કરોએ કરી ચોરી, મૃતદેહોના અંતિમસંસ્કાર માટે ભારે હાલાકી

New Update
ભરૂચ : નેત્રંગ સ્મશાન ગુહમાંથી 2 સગળીની પ્લેટો અને કથેળાની તસ્કરોએ કરી ચોરી, મૃતદેહોના અંતિમસંસ્કાર માટે ભારે હાલાકી

ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્મશાન ગુહમાં ફીટ કરેલ 2 સગળીઓની પ્લેટો અને કથેળા તસ્કરો ચોરી જતા મૃતદેહોના અંતિમસંસ્કાર માટે લોકોને ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ ટાઉનમાં સ્મશાન ગુહમાં ફીટ કરવામાં આવેલ 2 સગળીઓની પ્લેટો અને કથેળા તસ્કરો ચોરી જતા મુતદેહોના અંતિમસંસ્કાર માટે લોકોને ભારે મુસીબતો વેઠવી પડી રહી છે, ત્યારે પંચાયતના મહિલા સરપંચ દ્વારા વનવિભાગ પાસે તાત્કાલિક સગળીઓ આપવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તો બીજી તરફ કોરોના મહામારીમાં શહેરી વિસ્તારોમાં તાત્કાલીક સ્મશાન ગુહોમાં વધારાની સગળીઓ રાતોરાત સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. તેવા સંજોગોમાં નેત્રંગ અને વાલીયા તાલુકાના 15થી 20 ગામોના ગ્રામજનો દ્વારા છેલ્લા કેટલાક વખતથી વનવિભાગમાં સગળીઓ માટે રજૂઆત કરાઇ છે.

હાલમાં કોરોના વાયરસે પોતાનો વિકરાળ પંજો ફેલાવ્યો છે, ત્યારે દેશ દુનિયાના લોકોને પોતાની ઝપેટમાં લઇ શિકાર બનાવી રહ્યો છે. જે પછાત ગ્રામ્ય વિસ્તારમાં બેફામ બની પ્રવેશ કરતા નેત્રંગ ટાઉન સહિત પંથકમાં હાહાકાર મચાવી દીધો છે. કોરોનાના કારણે દિવસેને દિવસે મૃત્યુઆંકમાં પણ વધારો નોંધાયો છે, ત્યારે નેત્રંગ ટાઉનના સ્મશાન ગુહમાં ફીટ કરવામાં આવેલ 2 સગળીઓની પ્લેટો અને કથેળાની અજાણ્યા તસ્કરો ચોરી કરી જતા મુતદેહોના અંતિમ સંસ્કાર માટે લોકોને ભારે મુસીબતો વેઠવી પડી રહી છે. સમગ્ર મામલે પંચાયતના મહિલા સરપંચ સીમા વસાવા અને તલાટી કમ મંત્રી વાજાભાઈને ફરિયાદ કરાતા તાત્કાલિક વનવિભાગની વાલીયા ખાતે આવેલ સામાજિક વનિકરણ વિભાગની કચેરીમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે, ત્યારે તાત્કાલીક ધોરણે નેત્રંગ સ્મશાનમાં સગળીઓ પહોચાડવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.