/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/24162029/f4d4ad3f-06bd-485c-8ca7-20cd15bace1e.jpg)
નેત્રંગના પઠાર ગ્રામપંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરે આશાવર્કરનો સ્નાન કરતો વિડીયો ઉતારવાનો મામલો બહાર આવ્યો હતો જેમાં સુરસિંગ વસાવા નેત્રંગ તાલુકાની પઠાર ગ્રા.પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે. સુરસિંગ વસાવાએ એક આશાવર્કર સ્નાન કરતી હતી તેનો વિડીયો ઉતારવા મોબાઈલ પંચાયતની બારીમાં મુક્યો હતો. આ દરમ્યાન આશાવર્કરની નજર પંચાયત ઓફિસની બારી પર જતાં મોબાઈલ જોઈ તેને કોઈ વિડીયો ઉતારતો હોવાની શંકા ગઈ હતી.
આશાવર્કરે મહિલાએ આ અંગે તેના પતિને જાણ કરતા પતિએ પંચાયત ઓફિસમાં જઇ મોબાઈલ પોતાના કબજામાં લીધો હતો. મોબાઈલ લોક હોવાથી કોનો છે તે જાણી શકાયું ન હતું.જોકે તે સમયે જ મોબાઈલ પર કોલ આવતા તે સુરસિંગ વાસવાનો હોવાનું બહાર આવ્યું હતું. પોતાનું નામ બહાર આવતા જ સુરસિંગ ફરાર થઈ ગયો હતો. આ બાબતે આશાવર્કર મહિલાએ નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર સુરસિંગને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી જેમાં ગણતરીના કલાકોમાં આરોપી સુરસિંગ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.