ભરૂચ: નેત્રંગ નગરમાં ફરી એક વાર બેકાબુ બેનલ કોરોના સંક્રમણને અંકુશમાં લાવવા ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન

New Update
ભરૂચ: નેત્રંગ નગરમાં ફરી એક વાર બેકાબુ બેનલ કોરોના સંક્રમણને અંકુશમાં લાવવા ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન

નેત્રંગ ગામ સહિત પંથક ભરમાંમા કોરોના વાયરસે પોતાનો જીવલેણ પંજો દિન પ્રતિદિન ફેલાવતા કોરોનાથી મૃત્યુ આંક તેમજ સંક્રમણનો આંક પણ બેલગામ આગળ વધી રહ્યો છે. કોરોનાની ચેઇન તોડવા નેત્રંગ ગામના તમામ નાના મોટા વેપારીઓ એ એકજુથ થઇને એપ્રિલ માસ મા પાંચ દિવસ માટે સ્વૈચ્છિક કરેલ લોકડાઉન બાદ ચાલુ મે માસ દરમિયાન ૫ મે ને બુધવાર થી ૭ મે ને શુક્રવાર આમ ૩ દિવસ માટે સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી છે.

નેત્રંગ ગામના અનાજ કરીયાણા સહિતના અન્ય વેપારી મિત્રો તેમજ નેત્રંગ ગ્રામપંચાયતના મહિલા સરપંચ સીમા વસાવા તેમજ પંચાયત સભ્યો ,તાલુકા પંચાયતના પ્રમુખ લીલાબેન વસાવા તેમજ અન્ય પદાઘિકારીઓની એક મીટીંગ બીજી મે ના રોજ મળી હતી. જેમા તા ૦૫ મે ને બુધવાર થી ૦૭ મે ને શુક્રવાર આમ ત્રણ દિવસ દરમિયાન સ્વૈચ્છિક લોકડાઉન માટે ની તમામ વેપારી મિત્રો ને અપિલ કરવામા આવી છે.
.

Latest Stories