ભરૂચ જીલ્લામાં સામજિક સેવા ક્ષેત્રે કાર્યરત ભરૂચ રોટરી કૉમ્યુનિટી કોર્પ્સ RCCના વર્ષ 2022 અને 2023 માટે વરાયેલ નવનિયુક્ત પ્રમુખ સહિતના સભ્યોનો શપથ ગ્રહણ સમારંભ યોજાયો હતો.

વર્ષ 2022 અને 2023 માટે ભરૂચ રોટરી કૉમ્યુનિટી કોર્પ્સના નવનિયુક્ત પ્રમુખ તરીકે ઝેનુદ્દીન કોન્ટ્રાક્ટ સહિતના હોદ્દેદારોની શપથ ગ્રહણ વિધિ યોજાય હતી. જેમાં અમરસિંઘ બુનેટે તમામ વરાયેલા નવા સભ્યોને શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે જે.પી.પટેલે સૌને આવકાર આપ્યો હતો. ધ્રુવ જોષી અને ડો. સેફુદ્દીન મુલ્લાને ક્લબનું માનદ સભ્ય પદ એનાયત કરવામાં આવ્યું હતું. નવા વરાયેલ પ્રમુખ ઝેનુદ્દીન કોન્ટ્રાક્ટર અને માનદ મંત્રી જાનવી દર્શન તેમજ ટીમના સભ્યોએ પદ ગ્રહણ કર્યા હતા. નવા વરાયેલ પ્રમુખે આવનાર વર્ષના પ્રોજેક્ટની માહીતી આપી હતી. આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમનું સંચાલન મૃણાલ કાપડિયાએ કર્યું હતું.