અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામના કબૂતર ફળિયામાં રહેતા રસીદ છોટુ પઠાણએ મોહમ્મદ હાસીમ ઇકરામ બેલીમને પોતાની ભેંસો ચરાવવા લઈ જવાનું કહેતા તેને ગોવાળિયાઓને વાત કરી રોજના 100 રૂપિયા નક્કી કર્યા હતા.ગામનો ગોવાળિયો ચરાવવા માટે ગામની સીમમાં લઈ ગયા હતા. તે દરમિયાન અજાણ્યા ઈસમો ત્રણ દુધાળી ભેંસનો મળી કુલ 1.35 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા પશુ ચોરી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી ગણતરીના દિવસોમાં જ પશુ ચોરીનો ભેદ ઉકેલી ગામના જ મોહમ્મદ હાસીમ ઇકરામ બેલીમને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર: સેંગપુર ગામેથી રૂ.1.35 લાખની કિંમતની 3 ભેંસની ચોરીમાં મામલામાં આરોપીની પોલીસે કરી ધરપકડ
