ભરૂચ: NSUI દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને પાઠવાયું આવેદન પત્ર, ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે લેવાયેલ માસ પ્રમોશનના નિર્ણયમાં ઘણી ઉણપ હોવાના આક્ષેપ

New Update
ભરૂચ: NSUI દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને પાઠવાયું આવેદન પત્ર, ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે લેવાયેલ માસ પ્રમોશનના નિર્ણયમાં ઘણી ઉણપ હોવાના આક્ષેપ

ભરૂચ જિલ્લા NSUI દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે લેવાયેલ માસ પ્રમોશનના નિર્ણયમાં ઘણી ઉણપ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લા NSUI દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારીમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે લેવાયેલ માસ પ્રમોશનનો નિર્ણય આવકારદાયક છે પરંતુ આ નિર્ણયમાં ઘણી ઉણપ છે. NSUI દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભરૂચ જીલ્લામાં 21,307 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે જેની સામે ધોરણ 11ના કુલ 139 વર્ગ છે અને આ વર્ગોમાં 8 હજાર જેટલા વિદ્યાર્થીઓનો જ સમાવેશ થઈ શકે છે અને સરકારે વર્ગો વધારવાની જાહેરાત કરી છે પરંતુ આ વર્ગો સરકારી કે ખાનગી શાળાના વધશે એની કોઈ સ્પષ્ટા કરવામાં આવી નથી.

બીજી તરફ શાળામાં શિક્ષકોની પણ ઘટ છે આવા સમયે વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ ઊભા થશે. આ ઉપરાંત સરકારે અમુક વિદ્યાર્થીઓની જ પરીક્ષા ફી માફ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે આ તમામ પ્રશ્ને સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

Latest Stories