/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/20135540/maxresdefault-138.jpg)
ભરૂચના ઓસારા ગામે વિશ્વશાંતિ મહાકાળી માતાનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આમ તો સામાન્ય દિવસોમાં મંદિર માત્ર મંગળવારના રોજ જ ખુલે છે, ત્યારે આજે મંગળવાર અને ચૈત્રી નવરાત્રીની આઠમ હોવાથી માઈ ભક્તો દર્શનાર્થે પહોચ્યા હતા. પરંતુ કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો હોવાથી મંદિર બંધ રાખવામાં આવ્યું છે.
ભરૂચ શહેરથી અંદાજીત 16 કિલોમીટરનાં અંતરે આવેલું ઓસારા ગામનું વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ભક્તો માટે આસ્થાનું સ્થાનક છે. અહીંયા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી પદયાત્રા કરીને પણ આવે છે. કહેવાય છે કે, દર મંગળવારે પાવાગઢથી મહાકાળી માતાજી ઓસારા પધારે છે, તેવી લોક માન્યતા છે. જે ભક્તો મહાકાળી માતામાં શ્રદ્ધા રાખીને દર્શન અર્થે આવે છે તેમની મનોકામના માતાજી પૂર્ણ કરે છે, અને દુખીથાઓનાં દુઃખ માતાજીના દર્શન માત્રથી દૂર થતા હોવાની શ્રદ્ધા ભક્તોમાં જોવા મળે છે. આ ઉપરાંત મંગળવારનું વ્રત કરીને પણ શ્રદ્ધાળુઓ માતાજીની ભક્તિમાં લિન બને છે. તેથી મંગળવારના રોજ માતાજીના દર્શન અર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે, ત્યારે આજે મંગળવાર અને ચૈત્રી નવરાત્રીની આઠમ હોવાથી કેટલાક માઈભક્તો દર્શનાર્થે મહાકાળી મંદિરે પહોચ્યા હતા.પરંતુ કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો હોવાથી મંદિર બંધ રાખવામાં આવ્યું છે. જેના કારણે મંદિરની બહારથી દર્શન કરી ભક્તો પરત ફર્યા હતા.