ભરૂચ: ઉમલ્લા પોલીસ મથકના ચોરીના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપીની પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે આણંદથી કરી ધરપકડ
ઉમલ્લા પોલીસ મથકન ગુનાના કામનો નાસતા ફરતો આરોપી સંજય તીતરીયા બામણીયા હાલ રહે, ઉટંવાડા તા- તારાપુર, જી-આણંદ, મુળ રહે- સંડા ગામ, તા.ભાભરા, જી.અલીરાજપુર હાલ આણંદ જીલ્લા ખાતે આવ્યો છે ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચ જિલ્લા પોલીસ અધીક્ષક મયુર ચાવડાએ પેરોલ ફર્લો જમ્પ ફરારી આરોપી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા સુચના આપી હતી જે અનુસંધાને પેરોલ ફર્લો સ્ક્વોડના પી.એસ.આઈ. એ.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્કોડની ટીમ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે ગયા હતા જે દરમ્યાન બાતમી મળી હતી કે ઉમલ્લા પોલીસ મથકન ગુનાના કામનો નાસતા ફરતો આરોપી સંજય તીતરીયા બામણીયા હાલ રહે, ઉટંવાડા તા- તારાપુર, જી-આણંદ, મુળ રહે- સંડા ગામ, તા.ભાભરા, જી.અલીરાજપુર હાલ આણંદ જીલ્લા ખાતે આવ્યો છે જેના આધારે પોલીસે તેને ઝડપી પાડી ઉમલલા પોલીસને હવાલે કર્યો હતો.ઝડપાયેલ આરોપી ચોરીના ગુનામાં 2 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
