ભરૂચ : કોરોનાના દર્દીઓને થશે રાહત, સરળતાથી મળશે ઓકિસજન કોન્સ્ટ્રેસર

New Update
ભરૂચ : કોરોનાના દર્દીઓને થશે રાહત, સરળતાથી મળશે ઓકિસજન કોન્સ્ટ્રેસર

કોરોનાની બીજી લહેરમાં દર્દીઓ માટે ઓકિસજનના બોટલ અને કોન્સ્ટ્રેસર મેળવવા માટે સ્વજનોને ભારે દોડધામ કરવી પડી રહી છે. આવા સંજોગોમાં ભરૂચમાં જેસીઆઇ સંસ્થાએ ઓકિસજન બેંકની શરૂઆત કરી છે.

કોરોનાની મહામારીમાં દર્દીઓને ઓકિસજનની ભારે જરૂર વર્તાઇ રહી છે. દેશમાં ઓકિસજન પ્લાન્ટ પુરતી સંખ્યામાં નહિ હોવાથી વિદેશોમાંથી મદદ લેવાની ફરજ પડી રહી છે. હાલમાં દરેક હોસ્પિટલમાં ઓકિસજન પ્લાન્ટ નાંખવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દર્દીઓને બચાવવા માટે ગમે ત્યાંથી ઓકિસજનના સિલિન્ડર મેળવવા માટે લોકોની દોડધામના દ્રશ્યોએ ભલભલાના હૈયા પીગળવા દીધાં છે.

હવે સેવાભાવી સંસ્થાઓ તરફથી ઓકિસજનના બોટલ અને ઓકિસજન કોન્સન્ટ્રેસર આપવામાં આવી રહયાં છે. ભરૂચની જુનિયર ચેમ્બર ઇન્ટરનેશલ સંસ્થાએ પણ પાંચ ઓકિસજન કોન્સન્ટ્રેસર વસાવવામાં આવ્યાં છે. કોરોનાના જરૂરીયાતમંદ દર્દીઓને દૈનિક 200 રૂપિયાના ભાડાથી કોન્સન્ટ્રેસર ઘરે લઇ જવા આપવામાં આવશે. સેવાનો લાભ લેવા માટે જેસી જગત જોષી મોબાઇલ નંબર 9033914302 સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

Latest Stories