• પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

  • 3-3 રૂપિયાનો થયો વધારો

  • ક્રૂડના ભાવ વધતા થયો વધારો

  • સામાન્ય જનતા પર વધશે બોજ

  • કેન્દ્ર સરકારે આપ્યા હતા સંકેત

વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ.3-3નો વધારો કર્યો છે જેનો અમલ આજથી જ શરૂ થઈ ગયો છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો નોંધાયો છે. પેટ્રોલમાં પ્રતિલીટર રૂ. 3 નો વધારો અને  ડીઝલમાં પ્રતિલીટર રૂ. 3.11નો વધારો થયો છે.
પેટ્રોલના ભાવમાં વધારો થતાં ભરૂચમાં તેની કિંમત રૂ. 97.87 સુધી પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલના ભાવમાં વધારો થતાં હવે ગ્રાહકોને પ્રતિલિટર રૂ. 9364 ચૂકવવા પડશે. ચાર વર્ષ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આટલો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે સામાન્ય લોકોના બજેટ પર સીધી અસર જોવા મળી રહી છે.
ખાસ કરીને મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ અને અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટ મારફતે કાચા તેલની સપ્લાય પર અસર પડી છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેલ કંપનીઓએ વધેલા ખર્ચને ધ્યાનમાં રાખીને દેશમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ લાગુ કર્યા છે. આ ભાવવધારાથી પરિવહન ખર્ચ વધવાની શક્યતા છે, જેના કારણે આવનારા દિવસોમાં અન્ય જરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ શકે છે.