ભરૂચ : પીપદરા ગામે તસ્કરના ઘરને પોલીસે ઘાલ્યો ઘેરો, જુઓ પછી તસ્કરે શું કર્યું

New Update
ભરૂચ : પીપદરા ગામે તસ્કરના ઘરને પોલીસે ઘાલ્યો ઘેરો, જુઓ પછી તસ્કરે શું કર્યું

રાજપારડી પોલીસે જીવના જોખમે પીપદરા ગામેથી તસ્કરને ઝડપી પાડયો છે. તસ્કરે પાળીયાથી પોલીસની ટીમ પર હુમલો કરતાં એક કોન્સટેબલને ઇજા પહોંચી છે. ઝડપાયેલો તસ્કર ખેતરોમાંથી સિંચાઇના સાધનો સહિતના અનેક ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે.

ઝઘડીયા તાલુકામાં આવેલાં ગામડાઓમાં ખેતરોમાં મોટરો, પાઇપો તેમજ સિંચાઇના અન્ય સાધનોની ચોરીના બનાવોને ડામવા માટે એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ સુચના આપી હતી. જે અન્વયેેરાજપારડીના પો.સ.ઇ. જયદિપસિંહ જાદવને પીપદરા ગામના સંજય શના વસાવાની સંડોવણી હોવાની બાતમી મળી હતી. પોલીસે ટીમો બનાવી પીપદરા ગામે તેના ઘરની બહાર વોચ ગોઠવી હતી.

આરોપી પોતાના ઘરે આવતા તેને ચારે તરફથી ઘેરી લઇ પકડવા જતા કોન્સટેબલ દિલીપભાઇ અરવિંદભાઇને આરોપીએ તેના હાથમાનું લોખંડનું ધારદાર પાળીયુ માથામાં મારી ભાગી છુટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અન્ય પોલીસ કર્મચારીઓએ આરોપીને ઝડપી પાડયો હતો.આરોપીએ પોતાના સાગરીતો સાથે રાજપારડી, ઝઘડીયા, ઉમલ્લા તેમજ નર્મદા જીલ્લાના આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારની સીમમાંથી આશરે કુલ -૧૫ જેટલી જગ્યાના ખેતરોમાથી ડ્રીપ ઈરીગેશન સીસ્ટમ, ઝાટકા મશીન, સ્ટાટર, ઓટો સ્વીચ, રસ્તા પર લગાવેલ સ્ટ્રીટ લાઇટોની બેટરી, વીજમીટર, કેબલ વાયર, પાણીની મોટર, મો.સા.ની ચોરી કરેલ હોવાની કબુલાત કરી છે.

Latest Stories