જન શિક્ષણ સંસ્થા ભરૂચ દ્વારા અવિધા ખાતે સ્વચ્છતા લક્ષી કાર્યક્રમો યોજાયા

New Update
જન શિક્ષણ સંસ્થા ભરૂચ દ્વારા અવિધા ખાતે સ્વચ્છતા લક્ષી કાર્યક્રમો યોજાયા

અને આરોગ્ય વિષયક સૂત્રોચાર સાથે રેલી કાઢી, સ્વચ્છતા અંગેનાં સપથ પણ લેવડાવ્યા

ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય નવી દિલ્હી દ્વારા સ્વચ્છ ભારત કાર્યક્રમ અંતર્ગત સ્કીલસે સંપૂર્ણ સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન સરકારી પ્રાથમિક શાળાના આચાર્યના સંકલનથી સ્વચ્છતા સપથ, આરોગ્યની સમજ, વુક્ષારોપણ અને અન્ય ઉદેશયો સાથે બાળકોમા સ્વચ્છતાની જાગુતિ કેળવાય એવા ઉદેશયથી સાંસદ મનસુખ વસાવાએ દત્તક લીધેલા અવિધા ગામમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા કરવામાં આવ્યું.

જેમાં સ્વચ્છતા અને આરોગ્ય વિષયક સૂત્રોચાર સાથે રેલી કાઢી, સ્વચ્છતા અંગેનાં સપથ પણ લેવડાવ્યા, આરોગ્ય અને જાગિૃત માટે ચર્ચા વિવચારણા તથા મિટીંગનું આયોજન જે.એસ.એસ. ના સભ્યો સાહિદ હુશેન સૈયદ, ગીતાબેન સોલંકી, સેજલબેન શાહ, બ્રિદાબેન સિધ્ધપરા, લાભાર્થી બહેનો તથા મહાત્મા ગાંધી ફાઉન્ડેશન ભરૂચનાં દિવ્યજીતસિંહ ઝાલા, મેઘાબેન જોષી સાથે કરવામાં આવ્યું. જેમાં સ્વચ્છતા અને આરોગ્યલક્ષી બાબતોની ચર્ચા વિચારણા કરી જન જાગૃતિના કર્યક્રમો યોજયા જેમાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી સહકાર પુરો પાડયો હતો.

Latest Stories