/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/26165908/rangun-e1619436580159.jpeg)
હાલનાં સમયમાં વૈશ્વિક મહામારી ચાલી રહી છે અને કોરોના બેકાબૂ બનતો જય રહ્યો છે. ગુજરાત રાજયમાં કોવિડ-19નાં કેસોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. તેવામાં ભરૂચ જીલ્લામાં પણ કોવિડ-19નાં કેસો વધી રહ્યા છે અને જિલ્લાની તમામ હોસ્પિટલો હાઉસફુલ થતાં કોરોના દર્દીઓને હાલાકી પડી રહી છે જેને અનુલક્ષીને ભરૂચ જીલ્લા આહીર સમાજ દ્વારા હંગામી ધોરણે રંગુન જનરલ હોસ્પિટલને કોવિડ કેર સેન્ટર તરીકે શરૂ કરવામાં આવશે.
ભરૂચનાં આહીર સમાજનાં અગ્રણીઓની આજે એક મીટિંગ મળી હતી. આ મીટિંગમાં સમાજનાં ભામાશા દ્વારા કોવિડ કેર સેન્ટરનો અને સમાજનાં જરૂરિયાતમંદ પરિવારમાં જો કોરોના પોઝીટિવ થાય કે કોઈ વ્યક્તિને ઓક્સિજન બેડ કે વેન્ટીલેટરની જરૂર પડે તો ભરૂચ તેમજ આસપાસનાં ગ્રામ્ય વિસ્તારનાં લોકો રંગુન જનરલ હોસ્પિટલનો સંપર્ક કરી શકે છે. અહીં દર્દીને આઇસોલેશનની પણ સગવડ આપવામાં આવશે. આહીર સમાજનાં યુવકો દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ આપવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.