-
ભરૂચના ઇતિહાસમાં ધન પારાયણનું ભવ્ય આયોજન
-
સિદ્ધિવિનાયક મંદિર ખાતે યોજાશે કાર્યક્રમ
-
શુક્લ યજુર્વેદ મધ્યદિન શાખાના ધન પરાયણનું આયોજન
-
પવિત્ર કાર્યક્રમનો ધાર્મિક વર્તુળોમાં વિશેષ ઉત્સાહ
-
ધર્મપ્રિય જનતાને લ્હાવો લેવા આયોજકોએ કર્યો અનુરોધ
ભરૂચના ઇતિહાસમાં પ્રથમ વખત સનાતન સંસ્કૃતિના ઉત્કર્ષ તેમજ રાષ્ટ્રના કલ્યાણ નિમિત્તે શુક્લ યજુર્વેદ મધ્યદિન શાખાના ધન પરાયણ કાર્યક્રમનું ભવ્ય આયોજન સિદ્ધિવિનાયક મંદિર ખાતે કરવામાં આવ્યું છે.
ભરૂચના ઇતિહાસમાં પ્રથમ વખત સનાતન સંસ્કૃતિના ઉત્કર્ષ તેમજ રાષ્ટ્રના કલ્યાણ નિમિત્તે શુક્લ યજુર્વેદ મધ્યદિન શાખાના ધન પરાયણ કાર્યક્રમનું ભવ્ય આયોજન સિદ્ધિવિનાયક મંદિર ખાતે કરવામાં આવ્યું છે.ધાર્મિક અને વૈદિક પરંપરાને ઉજાગર કરતા આ પવિત્ર કાર્યક્રમને લઈ શહેરના ધાર્મિક વર્તુળોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.પુરાણોમાં વર્ણિત ભૃગુકચ્છની પાવન ધરતી ભરૂચને વિશેષ આધ્યાત્મિક મહત્વ પ્રાપ્ત છે.
માન્યતા મુજબ અહીં બલિરાજાએ પોતાનો 100મો અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ કર્યો હતો, જ્યાં ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી આ ભૂમિને પાવન બનાવી હતી. તેવી ઐતિહાસિક અને ધાર્મિક મહિમા ધરાવતી ધરતી પર યોજાઈ રહેલો આ વૈદિક કાર્યક્રમ વિશેષ મહત્વ ધરાવે છે.આ પ્રસંગે વેદમૂર્તિ કરણ રાવલની પાવન ઉપસ્થિતિ રહેશે.સાથે જ ભરૂચની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ખુમાનસિંહ વાંસિયા જિલ્લાના તમામ ધાર્મિક ભાવના ધરાવતા નાગરિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વેદોના મહત્વ અને સનાતન ધર્મના મૂળ તત્વોની જાણકારી મેળવવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.
