ભરૂચ : ભરૂચમાં કોરોનાના વધી રહેલાં દર્દીઓ, અત્યાર સુધીમાં 504 દર્દીઓના અંતિમ સંસ્કાર

ભરૂચ : ભરૂચમાં કોરોનાના વધી રહેલાં દર્દીઓ, અત્યાર સુધીમાં 504 દર્દીઓના અંતિમ સંસ્કાર
New Update

ભરૂચ, કે જયાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે પણ સરકારી ચોપડે ઓછા દર્દીઓ બતાવાય રહયાં છે. ગોલ્ડનબ્રિજ નજીક બનાવાયેલાં સ્પેશિયલ કોવીડ સ્મશાન ખાતે અત્યાર સુધીમાં 500થી વધુ દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હોવાની વિગતો સામે આવી છે..

રાજયમાં દિવાળી અને હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી બાદ કોરોનાના દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. કોરોના લોકોને ભરડામાં લઇ રહયો હોવા છતાં લોકો હજી બેદરકાર જોવા મળી રહયાં છે.. હવે જુઓ ભરૂચના બજારોમાં શું સ્થિતિ છે.

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સરકારે માસ્ક ફરજિયાત પહેરવા તથા સોશિયલ ડીસ્ટન્સ જાળવવા માટે અપીલ કરી છે પણ લોકો હજી બેદરકાર જણાય રહયાં છે. કોરોના કહેર વર્તાવી રહયો હોવા છતાં હજી આપણે બેફીકર બની ફરી રહયાં છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી 164 જેટલા એક્ટિવ કેસો નોંધાઇ ચુક્યા છે, તો બીજી તરફ કોવિડ સ્મશાનમાં અંતિમ ક્રિયાનો આંકડો 500 ને પાર પહોંચ્યો છે, કોવિડ સ્મશાનમાં ગત 10 તારીખથી આજ સુધી 25 જેટલા અંતિમ સંસ્કાર થયા છે, જેમાં પણ છેલ્લા 17 દિવસમાં જ 25 અંતિમ ક્રિયા થઇ છે જે કોરોનાના વધી રહેલાં સંક્રમણને બતાવી રહી છે. જિલ્લામાં અત્યાર સુધીનાં આંકડાઓની વાત કરીએ તો ૩૯૬૯ લોકો કોરોના પોઝીટીવ આવી ચુક્યા છે, જેમાં મોટા ભાગે લોકોએ કોરોનાને મહાત આપી છે, પરંતુ ફરી એકવાર કેસોની ગતિમાં વધારો થતાં ભરૂચ જિલ્લામાં કોરોનાની સ્થિતિ બગડી રહી હોય તેમ લાગી રહ્યું છે.

#Bharuch #funeral #Corona #HealthDepartment #500peopledied #covid19updates #creamationground
Here are a few more articles:
Read the Next Article