/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/15160530/maxresdefault-107-101.jpg)
ભરૂચ શહેરના મોટાભાગના રસ્તાઓ ચોમાસામાં ધોવાય જતાં વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહયાં છે. રસ્તાઓના તાત્કાલિક રીપેરીંગની માંગ સાથે લોક જન શકિત પાર્ટીના કાર્યકરોએ આવેદનપત્ર આપ્યું હતું.
જંબુસર ચોકડીથી ભરૂચ રેલ્વે સ્ટેશન સુધીનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે તેમજ ભયંકર ખાડા પાડવાના કારણે અકસ્માત સર્જાવાનો ભય રહે છે. આથી લોક જનશક્તિ પાર્ટીનાં ભરૂચ જિલ્લાનાં પ્રમુખ અબ્દુલ રઝાક યુસુફ કામઠી સહિતનાં આગેવાનોએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ રેલ્વે સ્ટેશનથી જંબુસર બાયપાસ ચોકડીનો રોડ ચોમાસાની સીઝન દરમિયાન અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયેલ હોય આ રોડ પર ખાડાઓ પડવાને કારણે અવાર નવાર અકસ્માતો સર્જાઈ છે તથા ઇમરજન્સીમાં એમ્બુલન્સને તેમજ શહેરીજનોને અનેક ગણી તકલીફો સહન કરવી પડે છે. ચોમાસાની સીઝન પૂરી થઇ ગઇ હોવાથી ખરાબ થયેલ રસ્તાને તાકીદે યુદ્ધનાં ધોરણે આ માર્ગનું સમારકામ- નવીનીકરણ કરવામાં આવે. વહેલી તકે રસ્તાઓ રીપેરીંગ નહી કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.