ભરૂચ : ઇન્ડોર ગાર્ડનિંગ અને ઘરમાં વૃક્ષારોપણ અંગે રોટરી ક્લબ દ્વારા યોજાયો ઓનલાઈન સેમિનાર

ભરૂચ : ઇન્ડોર ગાર્ડનિંગ અને ઘરમાં વૃક્ષારોપણ અંગે રોટરી ક્લબ દ્વારા યોજાયો ઓનલાઈન સેમિનાર
New Update

રોટરી ક્લબ દહેજ, રોટરી ક્લબ ભરૂચ નર્મદા નગરી અને ઇનર વ્હીલ ક્લબ ભરૂચ દ્વારા સંયુક્ત રીતે તા. 2 ઓગસ્ટના રોજ વર્ચુઅલ પ્લેટફોર્મ ઝૂમ પર ઇન્ડોર ગાર્ડનિંગ અને ઘરમાં વૃક્ષારોપણના મહત્વ અંગે સેમિનારનું આયોજન કરાયુ હતું.

publive-image

રોટરી ઇનરનેશનલ દ્વારા આ વર્ષે એનવરીઓનમેન્ટને એક ફોકસ એરિયા નક્કી કરવામાં આવેલ છે. આજના રોગચાળાની સ્થિતિમાં સ્વચ્છ વાતાવરણ એ દરેક નાગરિકની જરૂરિયાત છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખી રોટરી ક્લબે વક્તા કવિતા સરાફની અધ્યક્ષતામાં મકાન અને ઘરના સંયોજનમાં ઇન્ડોર બાગકામના મહત્વ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કર્યું હતુ. કવિતા સરાફ આંતરીક ડિઝાઇનર અને રસોઈ નિષ્ણાત પણ છે. તેઓએ ઇન્ડોર ગાર્ડનિંગનું નિદર્શન કર્યું હતુ. જેમાં આપણા ડ્રોઇંગ રૂમમાં અને બાલ્કનીમાં ઓક્સિજન આપતા પ્લાન્ટનું વાવેતર અંગેની માહિતી આપવામાં આવી હતી. જેથી ઇનડોર પર્યાવરણને તાજું અને સ્વચ્છ ઓક્સિજન મળે. તેઓએ બ્રીગિંગ ગાર્ડન ઈન યોર ડ્રોઈંગ રૂમ તથા ટેરરરીમ ઈન અ લેન્ડ સ્કેપ ઓન યોર ટેબલ વિષયો આવરી લીધા હતા. વધુમાં તેઓએ શેર કર્યું હતું કે, ઘરના સારા વાતાવરણ માટે કેટલાક ઇન્ડોર પ્લાન્ટ જેવા કે, એરેકા પામ, રબર પ્લાન્ટ, પેથોસ, સ્પાઇડર પ્લાન્ટ, મની પ્લાન્ટ, લીલી પ્લાન્ટ, ઇંગ્લિશ લિલી, ઇલોવેરા, નાસ્તા પ્લાન્ટ, પીસ લીલી વગેરે ખૂબ જ મદદરૂપ છે. કાર્યક્રમની શરૂઆત રોટરીના ભૂતપૂર્વ આસીસ્ટન્ટ ગવર્નર પુનમ શેઠ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન રોટે. આશિષ દેસાઇ પાસ્ટ પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ દહેજ દ્વારા કરાયુ હતુ. સ્વાગત પ્રવચન રોટરી દહેજ પ્રમુખ ભાવેશ રામી, રોટરી ભરૂચ નર્મદા નગરીના પ્રમુખ પ્રવિણદાન ગઢવી અને ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ બિન્ની સારંગે કર્યું હતુ. કાર્યક્રમમાં 50થી વધુ મહિલાઓ અને અન્ય રોટરીયનોએ ભાગ લીધો હતો.

#Bharuch #Rotary Club Bharuch #Rotary Club Dahej #Indor Gardning #Online Seminar #Rotary
Here are a few more articles:
Read the Next Article