ભરૂચમાં સંગીતપ્રેમીઓ અને સંગીત ક્ષેત્રે પોતાની પ્રતિભા ધરાવતા કલાકારોને પોતાની કળા રજૂ કરવા માટે એક સુંદર પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી રોટરી ક્લબ ઓફ ભરૂચ-ફેમિના દ્વારા મ્યુઝિક ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ-ફેમિના દ્વારા સમયાંતરે વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભાશાળી વ્યક્તિઓને પ્રોત્સાહન આપવાના હેતુથી અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, ત્યારે સંગીતપ્રેમીઓ તેમજ ઉભરતા કલાકારોની પ્રતિભાને પ્રોત્સાહન આપવા રોટરી ક્લબ ઓફ ભરૂચ-ફેમિના દ્વારા મ્યુઝિક ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રોજેક્ટ ચેરમેન સમીના ગુંદરવાલા, પ્રોજેક્ટ કો-ચેરમેન સંગીતા ઝા તથા રોટેરિયન રીટા જૈન સહિત મોટી સંખ્યામાં રોટરી ક્લબ ઓફ ભરૂચ-ફેમિનાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ થકી ભરૂચના સંગીત ક્ષેત્રમાં રહેલી પ્રતિભાઓને યોગ્ય મંચ અને નવી તકો પ્રાપ્ત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
