ભરૂચના આમોદ તાલુકાના દોરા ગામે હળપતિ આવાસ યોજના હેઠળ 30 લાભાર્થી પરિવારોને ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ચાવી અર્પણ કરવામાં આવી હતી.

ભરૂચના આમોદ તાલુકાના દોરા ગામે હળપતિ આવાસ યોજના હેઠળ 30 લાભાર્થી પરિવારોના ગૃહપ્રવેશનો કાર્યક્રમ યોજાયો હતો. વર્ષોથી પાકા મકાનના સપના જોતા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પોતાના નવા ઘરની ચાવી મળતા પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે 30 પરિવારોને નવા આવાસની ચાવી અર્પણ કરવામાં આવી હતી. ચાવી મળતાની સાથે જ લાભાર્થી પરિવારોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી.ગૃહપ્રવેશ પ્રસંગે ભાજપના તાલુકા અને જિલ્લા કક્ષાના આગેવાનો, ગ્રામ પંચાયતના સદસ્યો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.