/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/02165411/maxresdefault-25.jpg)
ભરૂચ શહેરમાં કોરોના મહામારી વચ્ચે લોકોની સુખાકારી અર્થે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા જિલ્લાભરના PHC અને CHC સેન્ટર માટે રૂપિયા 30 લાખથી વધુના ખર્ચે સંસાધનો આપી પોતાના સેવા કાર્યને વધુ વેગ આપ્યો છે.
હાલ સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોના વાયરસે હાંહાકાર મચાવ્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા લોકોને કોરોના સામે સાવચેત રહેવા અપીલ પણ કરવામાં આવી રહી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા રૂપિયા 33 લાખના ખરશ્ચે વિવિધ સંસાધનોની સહાય કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા અવારનવાર અનેક જરૂરિયાતમંદ લોકોને સહાય પૂરી પાડી પોતાના સેવા કાર્યને વેગ આપવામાં આવે છે. જોકે વિવિધ ક્ષેત્રે રોટરી ક્લબ ઓફ ભરૂચનું યોગદાન માનવ સેવા માટે પણ જોવા મળી રહ્યું છે, ત્યારે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા કોરોના મહામારી વચ્ચે જિલ્લાભરના 130 જેટલા PHC અને CHC સેન્ટરમાં સેનેટાઇઝ, માસ્ક, પલ્સ મશીન જેવા વિવિધ ઉપકરણો સહિત કોરોના સામે રક્ષણ આપતી દવાની મદદ કરી માનવતાની મહેક પ્રસરાવી છે.
જોકે આવનારા સમયમાં પણ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા અલગ-અલગ પ્રોજેક્ટ હાથ ધરી માનવતાના ઉદાહરણો પૂરા પાડવામાં આવે છે. જેમાં બુધવારના રોજ ભરૂચના વેજલપુર વિસ્તાર સ્થિત CHC સેન્ટર ખાતે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરી જિલ્લાના 130 સેન્ટર માટે સાધન સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ તલકીન જમીનદાર સહિત આમંત્રિત રોટેરિયન તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.