ભરૂચ: રોટરી ક્લબ ઓફ દહેજ દ્વારા સુરક્ષા અને પર્યવારણ વિષય ઉપર બે દિવસના ઇ-કોંકલેવનું કરાયું આયોજન

New Update
ભરૂચ: રોટરી ક્લબ ઓફ દહેજ દ્વારા સુરક્ષા અને પર્યવારણ વિષય ઉપર બે દિવસના ઇ-કોંકલેવનું કરાયું આયોજન

રોટરી ક્લબ ઓફ દહેજ દ્વારા બે દિવસના સુરક્ષા અને પર્યાવરણ વિષય ઉપર ઇ-કોંકલેવનું આયોજન કરવામાં આવ્યું હતું.

16 અને 17 એપ્રિલના રોજ “વે ટૂ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ થ્રૂ EHS એક્સિલેન્સ” થીમ આધારીત સુરક્ષા અને પર્યાવરણ વિષય ઉપર બે દિવસના રોટરી EHS ઇ-કોંકલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વકતાઓ દ્વારા જરૂરી એવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બે દિવસના કાર્યક્રમમાં ભારતના નામી વકતાઓએ સુરક્ષા અને પર્યાવરણ વિષય ઉપર વિચારો રજૂ કર્યા હતા.

આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પ્રસિદ્ધ વક્તા ડો. જય નારાયણ વ્યાસ, અતિથિ વિશેષ તરીકે ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રશાંત જાની, જી.સી.પી.સી.ના ડો. ભરત જૈન સહિત ખાસ અમંત્રીત તરીકે PDG અશોક પંજવાણી, PDG પરાગ શેઠ તથા DIA પ્રમુખ એમ. એ. હનીયા હાજર રહ્યા હતા. બે દિવસના ઇ-કોંકલેવમાં 200 થી વધુ લોકો જોડાયા હતા.

Latest Stories