/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/01225341/5.jpg)
વાગરા પોલીસે પીસાદ ગામેથી જુગાર રમતા ૬ જુગારીયાઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જ્યારે બે ઈસમને વોન્ટેડ જાહેર કર્યા હતા. વાગરા પોલીસે ૭૧ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથધરી છે. બે જુગારીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.
વાગરા પોલીસે સમાજમાં રહેલ દારૂ અને જુગારની બદી નાબૂદ કરવા કમર કસી છે. વાગરા પોલીસ મથકના પી.એસ.આઈ. જે.જે.ચાવડા અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન પિસાદ ગામે જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે પિસાદ ગામે તળાવની પાળ પાછળ આવેલ બાવરીમાં છાપો માર્યો હતો. જ્યાં જુગાર રમતા છ ઈસમોને રંગે હાથ પોલીસે ઝડપી પાડ્યા હતા. ઇકબાલ હસન પટેલ રહે પીસાદ, તોસિફ ઉસ્માન પટેલ રહે રહેમત પાર્ક, મનુબર ચોકડી ભરૂચ, ઇલ્યાસ અલીભાઈ પટેલ રહે અલીમા પાર્ક, દહેગામ ચોકડી, ભરૂચ,યાસીન ઉસ્માન પટેલ રહેમત પાર્ક, ભરૂચ,આસિફ ઇકબાલ પટેલ રહેમત પાર્ક, ભરૂચ,ઈમ્તિયાઝ અલી પટેલ રહે દાદા ફળિયુ પારખેત તા.જી.ભરૂચના ઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસે અલતાફ હસન પટેલ રહે પિસાદ, તા.વાગરા અને જાબિર શબ્બીર ચૌહાણ રહે જલાલપુરા,અણખી ભાગોળ,તા. જંબુસર નાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. વાગરા પોલીસે અંગ ઝડતીના રોકડા ૯૮૪૦/- ₹ અને દાવ ઉપરના રોકડા ₹ ૪૩૨૦/- ,પાંચ મોબાઈલ કિ. ₹ ૭૫૦૦/- ,એક રિક્ષા નં. જી.જે ૦૬ AW ૮૨૬૯ કિંમત ₹ ૫૦૦૦૦/- મળી કુલ ૭૧૬૬૦/- ₹ નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.