ભરૂચ : શકકરપોરમાં ત્રણ સીકયુરીટી જવાન બેઠા હતાં અને ત્રાટકયું હથિયારધારી ટોળુ, જુઓ પછી શું થયું

New Update
ભરૂચ :  શકકરપોરમાં ત્રણ સીકયુરીટી જવાન બેઠા હતાં અને ત્રાટકયું હથિયારધારી ટોળુ, જુઓ પછી શું થયું

અંકલેશ્વર તાલુકાના શકકરપોર ગામે એક્સપ્રેસ વે ની ચાલી રહેલી કામગીરીમાં અશોક બિલ્ડકોનની સાઇટ ઉપર રવિવારે મોડી રાત્રે ચોરીના ઇરાદે મારક હથિયારો સાથે આવી ચઢેલા 30 થી 40 હથિયારધારી ટોળાએ રાત્રી પેટ્રોલીંગમાં રહેલા 3 સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. ત્રણેય ઇજાગ્રસ્ત સિક્યોરિટી ગાર્ડને સારવાર અર્થે ભરૂચ સિવિલમાં ખસેડવામાં આવ્યાં છે.

ભરૂચ જિલ્લામાં હાલ એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન, ડેડીકેટેડ ફ્રેઈટ વેસ્ટર્ન કોરિડોર સહિતની કામગીરી ચાલી રહી છે. અંકલેશ્વર તાલુકામાંથી હાઇવે નજીક થી પસાર થનાર એક્સપ્રેસ વે ની ચાલતી કામગીરીમાં કોન્ટ્રાકટ અશોક બિલ્ડકોનનો ચાલી રહ્યો છે.રવિવારે મોડી રાત્રે સાઇટ ઉપર સક્કરપોર ગામ પાસે 3 સિક્યોરિટી જવાનો રાત્રી ફરજમાં હતા. જે સમયે તેઓ સરફુદ્દીન-ખાલપીયા માં રાઉન્ડ ઉપર નિકળા હતા. અંધારામાં લાકડીઓ, ધારીયા સહિતના હથિયારો સાથે 30 થી 40 વ્યક્તિઓનું ટોળું ચોરીના ઇરાદે ઘુસ્યું હતું. ટોળાએ ગાર્ડો પર હુમલો કરતાં ગાર્ડને ઇજા પહોંચતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી. ટોળાએ ચોરી કે લૂંટના ઇરાદે હુમલો કર્યો તે અંગે હજી વિગતો બહાર આવી નથી. સાઇટ પરથી સાધનો કે મશીનરીની ચોરી થઈ છે કે નહીં તેની તપાસ પોલીસ ચલાવી રહી છે.

Latest Stories