ભરૂચમાં યોજાયું વિરોધ પ્રદર્શન

સંતો દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન

રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

સંસદ પરિષરમાં સનાતન ધર્મના અપમાનનો વિરોધ

જવાબદારો સામે કાર્યવાહીની માંગ

ભરૂચમાં સનાતન સંત સમાજ દ્વારા દેશની સંસદ પરિષરમાં કેટલાક સાંસદો દ્વારા સનાતન ધર્મ અને સંતોના કરવામાં આવેલા અપમાનના વિરોધમાં રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

ભરૂચના સનાતન સંત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સંસદ પરિસરમાં સંતો અને સનાતન સંસ્કૃતિના કથિત અપમાન મુદ્દે જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.આવેદનપત્રમાં જણાવાયું છે કે 31 જુલાઈના રોજ સંસદ પરિસરમાં કેટલાક સાંસદો અને રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવેલા વર્તનથી સનાતન ધર્મ, સંત સમાજ અને કરોડો શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હોવાનું સમાજનું માનવું છે. આ ઘટનાને દેશવ્યાપી વિરોધનો વિષય ગણાવી ભરૂચમાં પણ વિરોધ પ્રદર્શન યોજી જિલ્લા વહીવટીતંત્રને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું.

સનાતન સંત સમાજે પોતાના આવેદનમાં મુખ્યત્વે ત્રણ માંગણીઓ રજૂ કરી છે:જવાબદાર વ્યક્તિઓ સામે તાત્કાલિક FIR નોંધાવી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે,સંસદ સભ્યપદ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેમજ સંત સમાજ અને આશ્રમ વ્યવસ્થાને થયેલા કથિત આર્થિક નુકસાનની ભરપાઈ સંબંધિત પક્ષો પાસેથી કરાવવામાં આવે.આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે જો સમયસર યોગ્ય કાનૂની અને પ્રશાસનિક પગલાં નહીં લેવાય તો સનાતન સંત સમાજ દેશવ્યાપી જનઆંદોલન શરૂ કરવાની ચેતવણી આપી છે.