ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં એમિટી હાઇસ્કૂલમાં પ્રવેશોત્સવનું આયોજન કરાયું હતું.
ભરૂચની ઍમિટી હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ-૯ અને ૧૧ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ધારાસભ્ય સહિત અન્ય અગ્રણીઓના હસ્તે આવકારી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,સર્વશિક્ષા અભિયાનના સ્પેશિયલ એજયુકેટર હિમાંશુ શાહ, સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો
