ભરૂચ: તારીખ 26થી 28 જૂન દરમ્યાન શાળા પ્રવેશોત્સવ- કન્યા કેળવણી મહોત્સવનો થશે પ્રારંભ
સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં “આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ“ની થીમ સાથે તા.૨૬ જૂનથી તા.૨૮ જૂન દરમ્યાન કન્યા કેળવણી ગુજરાત | શિક્ષણ | Featured | સમાચાર
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫માં જિલ્લામાં કુલ- ૧૨૫ રૂટ બનાવવામાં આવ્યાં છે. જેમાં મંત્રી ધારાસભ્ય, સચિવ, પદાધિકારી અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારશે. આ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-૦૧ અને ધોરણ-૦૯માં બાળકો પ્રવેશ મેળવનાર છે. ચાલુ વર્ષે આ મહાનુભાવો દ્વારા આંગણવાડીમાં કુલ ૧૧,૩૨૦ વિદ્યાર્થીઓ, બાલવાટિકામાં ૧૧,૪૪૯ વિદ્યાર્થીઓ, ધોરણ-૧ માં ૫૨૬ વિદ્યાર્થીઓ, જ્યારે ધોરણ-૦૯માં સરકારી શાળા,ગ્રાન્ટેડ શાળા મળી ૧૫,૨૪૬ વિદ્યાર્થીઓ વિવિધ શાળાઓમાં પ્રવેશ મેળવશે જ્યારે ધોરણ-૧૧ માં ૧૩,૧૫૩ વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપવામાં આવનાર છે. આ વર્ષે શિક્ષણ વિભાગના વખતો-વખતની યોજના અને શિક્ષકોના પ્રયત્નોથી હાલમાં ૪૮૮ જેટલા બાળકો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવેલ છે. જે ખરેખર એક સિધ્ધિ ગણી શકાય તેમ છે.
