અંકલેશ્વર તલાવીયાવાડ વિસ્તારમાં ગણેશ વિસર્જન યાત્રાની પૂર્વસંધ્યાએ મહિલા અને યુવતી અંગે અભદ્ર ટિપ્પણી તેમજ ગણેશ મંડપમાં ધાર્મિક લાગણી દુભાય તેવી ટિપ્પણી કરવાના મામલામાં પોલીસે રફીક ઉર્ફે શેતાન પટેલને  ઝડપી પાડ્યો હતો.

ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અંકલેશ્વર શહેર પોલીસના પી.આઈ. પી.જી. ચાવડાએ અલગ-અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે બાતમીદારો અને સ્થાનિક નેટવર્કની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો.

પોલીસ મથકે આરોપીને કાયદાકીય જોગવાઈઓ અંગે સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ તેણે પોતાની ભૂલ સ્વીકારી જાહેરમાં માફી માંગી હતી અને પોલીસે બીફોર આફ્ટરનો વિડીયો જાહેર કર્યો હતો.