ભરૂચ : આખરે વેપારીઓએ દુકાનોના શટર કર્યા "ઉંચા", બજારો ખુલતાં હાશકારો

New Update
ભરૂચ : આખરે વેપારીઓએ દુકાનોના શટર કર્યા "ઉંચા", બજારો ખુલતાં હાશકારો

ભરૂચ શહેરમાં અત્યાર સુધીમાં માત્ર શાકભાજી તથા ફળાદિની લારીઓ તેમજ આવશ્યક વસ્તુઓની દુકાનો ખુલ્લી હતી પણ શુક્રવારના રોજ સરકારની આંશિક છુટછાટો બાદ સવારે 9 વાગ્યે તમામ દુકાનો ખુલી હતી.

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી જતાં રાજય સરકારે 36 શહેરોમાં મીની લોકડાઉન અને નાઇટ કરફયુ અમલમાં મુકવામાં આવ્યો છે. સરકારના આ બે પગલાં બાદ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહયો છે બીજી તરફ વેપારીઓ પણ ધંધા- રોજગાર શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી રહયાં હતાં.

ગુરૂવાર સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉનમાં છુટછાટની જાહેરાત કરી હતી અને તમામ દુકાનોને સવારના 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છુટ આપવામાં આવી છે. ભરૂચમાં શુક્રવારે સવારે 9 વાગ્યાથી મોટાભાગના બજારો ખુલી ગયાં હતાં. બજારો ખુલતાં ગ્રાહકો અને વેપારીઓની ચહલ પહલ જોવા મળી હતી. છેલ્લા ઘણા સમયથી બંધ રહેલી દુકાનો ફરીથી ખુલી હતી.

Latest Stories