ભરૂચ: SOGએ પાલેજ પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં 4 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પી.આઈ. એ.એ.ચૌધરી તથા એ.એચ છૈયા એસ.ઓ.જી.એ પોતાની ટીમને એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપી હતી ગુજરાત | સમાચાર
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પી.આઈ. એ.એ.ચૌધરી તથા એ.એચ છૈયા એસ.ઓ.જી.એ પોતાની ટીમને એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપી હતી જે અંતર્ગત એસ.ઓ.જી. ટીમને બાતમી મળી હતી કે પાલેજ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી વોન્ટેડ આરોપી બબલુ પ્રતાપ બિંદ રહે, કામરેજ હાલ કામરેજ બસેરા સોસાયટી ખાતે તેના ઘરે હાજર છે. જેના આધારે દરોડા પાડતા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપી પ્રોહીબિશનના 3 ગુનામાં છેલ્લા 4 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
