ભરૂચ : અમરકંટકથી નીકળેલ "સોર્સ ટુ સી કાયકિંગ"નું નર્મદા કિનારે થયું આગમન, સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરાયું સ્વાગત

New Update
ભરૂચ : અમરકંટકથી નીકળેલ "સોર્સ ટુ સી કાયકિંગ"નું નર્મદા કિનારે થયું આગમન, સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરાયું સ્વાગત

સંકલ્પ ફાઉન્ડેશન અને બોટ સ્કુલ ઓફ ભરૂચ દ્વારા ભારત દેશમાં સૌ પ્રથમવાર વડોદરાના નિષ્ણાંત દેવાંગ ખારોડની રાહબરી હેઠળ "ઉદગમથી અંત" સોર્સ ટુ સી કાયર્કિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 3 સાહસિકોએ મા નર્મદાના ઉદગમ સ્થળ અમરકંટકથી દરીયામાં વિલય સ્થળ દહેજ સુધી 35 દિવસમાં આશરે 13OO કિ.મી.નું અંતર કાયર્કિંગ દ્વારા કાપવામાં આવ્યું છે.

તા. 20મી ફેબ્રુઆરીના રોજ અમરકંટકથી મા નર્મદાના ચલમાં રહેલા કાળમીઠ પત્થરો, ખડકો, કોતરો અને ખુંખાર મગરોનું સાનિધ્ય માણતા નર્મદા મૈયાનો ખોળો ખુંદવા 3 સાહસવીરોની ટીમે પ્રયાણ શરૂ કર્યું હતું. આ અભિયાનનો એક માત્ર ઉદેશ્ય સ્વચ્છ ભારત મિશન, વિશ્વ શાંતિ અને ભાઇચારો તથા વોટર સ્પોર્ટસનો પ્રચાર-પ્રસાર કરવાનો હતો, ત્યારે સંકલ્પ ફાઉન્ડેશનના હોદ્દેદાર સંજય તલાટી અને ગૌતમ મહેતાએ સહિત અન્ય સભ્યો દ્વારા સાહસિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. તો સાથે જ બોટ સ્કુલ ઓફ ભરૂચના મંત્રી જીતેન્દ્ર પટેલ પણ આ અભિયાનમાં જોડાઇને તેમના પરિવાર સાથે સમગ્ર ભરૂચને ગૌરાન્વિત કર્યું છે, ત્યારે આજરોજ અમરકંટકથી નીકળેલ "સોર્સ ટુ સી કાયકિંગ" ભરૂચના ઝાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર નર્મદા કિનારે આવી પહોચતા સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા ત્રણેય સાહસિકોનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

Latest Stories