ભરૂચ : સાવચેતીના ભાગરૂપે સોસાયટીઓમાં બાહરી વ્યક્તિઓની એન્ટ્રી પર લાગ્યો પ્રતિબંધ, સુરક્ષા માટે સુનિશ્ચિતતા

New Update
ભરૂચ : સાવચેતીના ભાગરૂપે સોસાયટીઓમાં બાહરી વ્યક્તિઓની એન્ટ્રી પર લાગ્યો પ્રતિબંધ, સુરક્ષા માટે સુનિશ્ચિતતા

કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ સહિતના મહાનગરોમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે ભરૂચ શહેરની કેટલીક સોસાયટીઓમાં બહારથી આવતા પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવતા બોર્ડ લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં પણ 500 રૂપિયા દંડ કરવાની ચેતવણી આપવામાં આવી છે.

દિવાળીના તહેવારોની ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવણી સાથે લોકો હરવા-ફરવા માટે મગ્ન બન્યા હતા. જેના પગલે અમદાવાદ અને સુરતમાં ધરખમ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. કોરોના દર્દીઓની વધતી સંખ્યાને લઈને શહેરીતંત્ર દ્વારા નાઈટ કરફ્યુ લાદી દેવામાં આવ્યું છે. ગાઈડલાઇનના અનુપાલન માટે પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. મોટા શહેરોની સાથે ભરૂચમાં પણ કોરોના વધવાની આશંકાએ લોકોની ચિંતામાં વધારો થયો છે.

ભરૂચની કેટલી સોસાયટીના રહીશોએ સુરક્ષાના ભાગરૂપે સોસાયટીની બહાર બહારના વ્યક્તિઓની પ્રવેશબંદી માટેના બોર્ડ લગાવી દીધા છે. ધંધા માટે ફરતા ફેરિયાઓને સોસાયટીમાં નો એન્ટ્રીના બોર્ડ લગાવી ચેતવણી આપી છે સાથે પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સોસાયટી રહીશોમાં જાગૃતિ આવે અને કોરોનાને નિયંત્રણમાં લઈ શકાય તે માટેના પ્રયાસ કરાઇ રહ્યા છે. જો આ પ્રકારે જીલ્લાવાસીઓ પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરે તો કોરોના જેવી મહામારીને હરાવી શકાય તેમ છે.

Latest Stories