/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/17103451/86025c6b-6660-4f65-ad3b-24b597dab045.jpg)
ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાય રહ્યો છે ત્યારે ભરૂચ વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાંથી 2470 લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યુ છે.
ગુજરાત પર સંભવિત તૌકતે વાવાઝોડાનો ખતરો મંડરાય રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકશે જેના પગલે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યુ છે. ભરૂચ જિલ્લામાં પણ લાંબો દરિયાઈ વિસ્તાર આવેલો છે ત્યારે જિલ્લાના 3 તાલુકાના 29 ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં અત્યારસુધીમાં 2470 લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.વાવાઝોડાને પગલે હાંસોટમાં 496,વાગરમાં 1341,જબુસરમાં 683 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો આ તરફ દહેજ બંદરે 4 નંબરનું સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે.કોરોના મહામારી વચ્ચે જિલ્લામાં ઓક્સિજનનું ઉત્પાદન કરતા પ્લાન્ટ ઠપ્પ ન થાય તે ઉપર વિશેષ ધ્યાન તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યું છે.
તો કોવિડ હોસ્પિટલોમાં જનરેટરનું બેકઅપ અપાયું છે.હાલ ભરૂચ જિલ્લામાં મધ્યમ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે.ગઈકાલ સાંજથી અત્યારસુધીમાં વૃક્ષઓ ધરાશાયી થવાના, સોર્ટસર્કિટ અને મકાનોના પતરાં ઉડવાના અનેક બનાવ સામે આવ્યા હતા જો કે સદનસીબે જિલ્લામાં જાનહાનીના કોઈ અહેવાલ નથી મળ્યા