તૌકતે વાવાઝોડાએ સમગ્ર ગુજરાતને ઘમરોળી નાખ્યું છે ત્યારે ભરૂચ શહેર-જિલ્લામાં મોટા પાયે નુકસાન થવા પામ્યું છે એક તરફ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યા છે જેને પગલે લોકો આર્થિક રીતે પડી ભાંગ્યા છે તો બીજી તરફ તૌકતે એ તબાહી મચાવતા ભરૂચ જિલ્લામાં ખેડૂતોને કરોડોના નુકસાન થવા પામ્યું છે.
જેમાં કેરીના પાકને નષ્ટ કરી દીધો છેલ્લા બે દિવસથી ગુજરાત પર ટેકેલા વાવાઝોડાએ સમગ્ર ગુજરાત ને હચમચાવી દીધું છે.ત્યારે ખેડૂતો પર આપ તૂટી પડ્યું એવી પરિસ્થિતિ વર્તાઈ રહી છે. હાલ તો કોરોના એ સમગ્ર દેશને હચમચાવી દીધું છે ત્યારે હવે તૌકતે વાવાઝોડાએ પણ ખેડૂતોને પાયમાલ કરી દીધાં છે. કેરીના પાક સાથે સંકળાયેલા ખેડૂતોને મોટા પાયે નુકશાન ત્યારે ભરૂચ તાલુકામાં આવેલા ઝાડેશ્વર તવરા શુકલતીર્થ નિકોરા વિસ્તારમાં અનેક આંબાવાડીઓ આવેલી છે. એક અંદાજ મુજબ 200 કરતાં વધારે આંબાઓ પરથી હજારો કીલો કેરીઓ ખરી પડી છે. વર્ષ દરમિયાન અનેક મુસીબતોનો સામનો કરનારા ખેડુતોને તાઉતે વાવાઝોડાએ આર્થિક ફટકો માર્યો છે.