ભરૂચ : તવરા ગામે વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

New Update
ભરૂચ : તવરા ગામે વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

ભરૂચમાં તવરા ગામે આવેલ શ્રી રંગ ટાઉનશીપ સોસાયટીમાં રસોડાના વેસ્ટ કચરામાંથી ખાતર બનાવવાનું પ્લાન્ટેશન તૈયાર કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચના તવરા ગામે સૂનેહરી મિટ્ટી અને શ્રીરંગ ટાઉનશિપ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે એક અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં ઘરના રસોડામાં વપરાતી સામગ્રીના વેસ્ટમાંથી થતા કચરા અને ગંદકીને રોકવા માટે કોમ્યુનીટી આધારિત કમ્પોસ્ટ ખાતર બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

રસોડામાં વપરાતી સામગ્રીનો વેસ્ટ લીલો-સૂકો કચરો અલગ કરી પ્લાન્ટેશનમાં નાખતા એક મહિનામાં કમ્પોસ્ટ ખાતર તૈયાર થાય છે. આજરોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં સૂનેહરી મિટ્ટીના અંજલી ચૌધરી દવે, સોસાયટીના પ્રમુખ કે ડી સોલંકી તથા સેક્રેટરી રણજીત રાજ સહિત સોસાયટીના અન્ય ગૃહણીઓ અને યુવાનો જોડાયા હતા.

Latest Stories