ભરૂચ: કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરાવાયા

ભરૂચ: કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરાવાયા
New Update

ભરૂચમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે ત્યારે કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓના આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા  

ભરૂચ શહેર અને જીલ્લામાં કોરોના કાળો કહેર બનીને વરતી રહ્યો છે અને સેંકડો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ભરૂચ કલેક્ટર કચેરીમાં સેંકડો લોકો સરકારી કામ અર્થે જતાં હોય છે ત્યારે ક્લેકટર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તમામ કર્મચારીઓના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા.કલેક્ટર કચેરીમાં ફરજા બજાવતા 80 જેટલા કર્મચારીઓના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા જેઓનો રિપોર્ટ આવતીકાલે આવશે. ભરૂચમાં કોરોના સંક્રમણને ડામવા માટે ટેસ્ટિંગ અને વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહયો છે જેના ભાગરૂપે કલેક્ટર ડો.એમ.ડી.મોડીયાના માર્ગદર્શન હેઠળ ટેસ્ટિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ

#Bharuch #gujarat samachar #corona testing #RTPCR Test
Here are a few more articles:
Read the Next Article