• ગૌરીવ્રત જયાપાર્વતીવ્રતની પુર્ણાહુતી

  • 5 દિવસ કુંવારીકાઓએ રાખ્યા ઉપવાસ

  • ભોળાશંભુ-માતા પાર્વતીની કરવામાં આવી આરાધના

  • નર્મદા નદીમાં જવારાઓનું વિસર્જન કરાયુ

  • ગતરોજ કરાયુ હતું જાગરણ

ભરૂચ શહેર અને જિલ્લામાં જવારા વિસર્જન સાથે ગૌરીવ્રત-જયાપાર્વતી વ્રતની પુર્ણાહુતી કરવામાં આવી હતી.5 દિવસ કુવારીઓએ ઉપવાસ રાખી ભક્તિભાવ પૂર્વક વ્રત કર્યું હતું

ભરૂચ જિલ્લામાં ગૌરીવ્રતની જવારા વિસર્જન સાથે પુર્ણાહુતિ થઇ હતી.મનગમતો ભરથાર મેળવવા માટે 5 દિવસના અલુણા વ્રત દરમિયાન ભોળાનાથ અને પાર્વતી માતાની કુવારીકાઓએ અરાધના કરી હતી. વ્રત દરમ્યાન શિવાલયોમાં કુંવારીકાઓની ભીડ જોવા મળી હતી. શનિવારની રાત્રિએ જાગરણ કર્યા બાદ રવિવારે સવારે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે જવારાઓનું નર્મદા નદી તથા અન્ય જળાશયોમાં વિસર્જન કરવામાં આવ્યું હતુ.ભરૂચ શહેરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે ચાલતી નાવડીઓના સંચાલકો પરિવારજનો પાસેથી જવારા લઈને નાવડીમાં મૂકી વચ્ચે જઈને નર્મદા નદીમાં વિસર્જન કર્યું હતું.કોઈ અનિરછનિય બનાવ ન બને એ માટે આ અભિગમ દાખવવામાં આવ્યો હતો.