/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/13220251/3-2.jpg)
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં નંદેલાવ રોડ ઉપર આવેલ અલંકાર રો હાઉસમાં કોઈ અજાણ્યા ચોર ઘરમાં પ્રવેશ કરી તીજોરીમાંથી મુકેલ સોનાના દાગીના રોકડ રકમ મળી કુલ રૂપિયા 3,87,800 ચોરી કરી નાસી છૂટયો હતો. જે અનુસંધાને ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હતી.
જેને લઇ ચોરીના ફરિયાદ અંગેની તપાસ ભરૂચ એલ.સી.બી પોલીસને સોપાતા સોસાયટીની આસપાસ ન વિસ્તારની મુલાકાત લઇ ટેકનિકલ સીસીટીવી સર્વેલન્સ તથા હુમન ઇન્ટેલિજન્સ થી ગુનો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જે પ્રયત્નોના આધારે એલ.સી.બી ટીમે આ ગુનાના શંકાસ્પદ આરોપી વડોદરા શહેરમાં રોશન પાર્ક વિસ્તારમાં રહે છે. તેવી બાતમીના આધારે એલસીબીની ટીમે વડોદરા ફૂલવાડી ચોકડી નજીકથી એક શંકાસ્પદ ઈસમને પકડી પૂછપરછ કરતા આરોપી અર્ષદ મુસ્તાક અલી પઠાણ ઉમર વર્ષ 25 રોશન પાર્ક જુના છાણી રોડ નવાયાર્ડ વડોદરાના રહેવાસીએ આ ચોરી કરવા હોવાની કબુલાત કરતા પોલીસે આરોપી પાસે થી 6 હજાર રોકડા,1 મોબાઈલ કિંમત રૂપિયા 30000 કુલ મુદામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.