ભરૂચ : જુઓ કબ્રસ્તાનમાંથી મહિલાઓના વાળ ચોરી કરતી ટોળકી અંગે પોલીસનો ખુલાસો

New Update
ભરૂચ : જુઓ કબ્રસ્તાનમાંથી મહિલાઓના વાળ ચોરી કરતી ટોળકી અંગે પોલીસનો ખુલાસો

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાનાં ઇખર ગામના કબ્રસ્તાનમાંથી મુરદા મહિલાઓના વાળ ચોરી કરતી સગીર બાળકોની ટોળકી ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાનાં ઇખર ગામના કબ્રસ્તાનમાંથી મહિલાઓની કબર પાસેથી વાળ ચોરી કરી તેને વેચતી હોવાની ટોળકીનો પર્દાફાશ થયો છે. મળતી વિગત અનુસાર એક સગીર બાળકને ઇખર ગ્રામજનોએ કબ્રસ્તાનમાં ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતાં તેણે કબ્રસ્તાનમાંથી મહિલાઓના વાળ ચોરી કરતાં હોવાનું કબૂલ્યું હતું. અને આ કરતૂતમાં તેની સાથે અન્ય બે ઇસમો હોવાનું પણ જણાવ્યુ હતું.

આ સમગ્ર ઘટનાનો વિડિયો વાઇરલ થયા બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. માત્ર 15થી 16 વર્ષની ઉંમરના સગીર વયના બાળકો આ ચોરીની ઘટનાઓમાં સામેલ હોવાની વિગતો સામે આવી છે. બાળકો આ વાળને 3થી 4 હજાર રૂપિયામાં વેચતા હોવાની કબૂલાત કરી હતી. જોકે આ વિચિત્ર ચોરીથી ભરૂચ જીલ્લામાં ચકચાર મચી ગઈ છે.

મીડિયાના એહવાલ બાદ ડીવાયએસપી એમ.પી. ભોજાણીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ મામલે મીડિયા મારફતે જાણકારી મળી હોવાનું જણાવી આ સંદર્ભે આમોદ પોલીસ મથકના પીએસઆઇ સુથાર તપાસ કરી રહ્યા હોવાનું જણાવ્યુ હતું. જો કે આ મામલે કોઈ ઠોસ જાણકારી સામે ન આવ્યાનું કહી વધુ તપાસ કરવામાં આવી રહી છે તેમ જણાવ્યુ હતું.

Latest Stories