ભરૂચમાં લોકાર્ષણનું કેન્દ્ર બન્યા ‘ભરૂચ થીમ’ બેઇઝ ગણેશ

New Update
ભરૂચમાં લોકાર્ષણનું કેન્દ્ર બન્યા ‘ભરૂચ થીમ’ બેઇઝ ગણેશ

છેલ્લા ૩ વર્ષથી વિવિધ થીમ સાથે ગણેશોત્સવ મનાવતા પ્રિતિમ-૧ના રહિશો

ભરૂચમાં વાજતે ગાજતે શ્રીજીના આગમન બાદ ભકતો ગણેશ ભક્તિમાં લીન બની ગણેશ આરધના સાથે પંડાલોને શણગારી લોકર્ષિત કરવા પ્રયત્નશિલ બન્યા છે. ત્યારે ભરૂચ શહેરના પ્રિતમ-૧ સોસાયટીનો ગણેશ પંડાલમાં સ્થાપિત ગણેશ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

આ અંગે પંડાલના ગણેશ ભકત રોકન દેસાઇએ સાથે કનેકટ ગુજરાત સાથેની વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે, તેઓના મંડળ દ્વારા છેલ્લા ૩ વર્ષથી વિવિધ થીમ બેઇઝ ગણેશ સ્થાપિત કરી સમાજમાં વિવિધ સંદેશ આપવામાં આવે છે. જેમાં ગત વર્ષે ગણેશ પંડાલને વૃક્ષો, પ્રાણીઓ વિગેરેથી શણગારી પ્રકૃત્તિ પ્રત્યે જાગૃતતા કેળવવાનો સંદેશ પ્રજાજનોને આપ્યો હતો. તો આ વર્ષે પણ ભરૂચ પ્રત્યેનો પ્રેમ બતાવવા અલગ કરવાનો પ્રયત્ન હાથ ધરી ‘ભરૂચ થીમ’ અપનાવી ભરૂચના વિવિધ પ્રખ્યાત સ્થળ જેવા કે, ગોલ્ડન બ્રીજ, કેબલ બ્રીજ, ભરૂચ સ્ટેશન, નિલકંઠેશ્વર મંદિર, માતરીયા તળાવ દર્શાવી તે થીમ ઉપર શ્રીજીની સ્થાપના કરી સ્થળોની ઝાંખી પ્રદર્શીત કરી છે. જેને પ્રજાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Latest Stories