ભરૂચ: નેત્રંગના કવચીયા ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનના કરૂણ મોત

New Update
ભરૂચ: નેત્રંગના કવચીયા ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનના કરૂણ મોત

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ કવચીયા ગામ પાસેના માર્ગ પર કારની ટક્કર વાગતા બાઇક પર સવાર કવચીયા ગામના બે યુવાનોના મોત નિપજ્યાં હતા. વાલિયા પોલીસને જાણ થતાં પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી.


મળતી માહિત અનુસાર, નેત્રંગ તાલુકાના કવચીયા ગામના 20 વર્ષીય કૌશિક ભુપત વસાવા અને 19 વર્ષીય અભિષેક કિશન વસાવા કે જેઓ કે.ટી.એમ ગાડી નં. જીજે-૨૨-એલ-૬૫૮૫ લઇને પસાર થઈ રહ્યા હતા, તે દરમ્યાન સામેથી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતી અલ્ટો ગાડી નં. જીજે-૫-સીઓ-૮૪૬૫ના ચાલકે ટક્કર મારતાં કૌશિક ભુપત વસાવાને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે આની બાઇક સવાર અભિષેક કિશન વસાવાને પણ માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અથઁ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમ્યાન તેનું પણ મોત નિપજ્યું હતું.

ગમખ્વાર અકસ્માતની બનાવની જાણ થતાં ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા. વાલીયા પોલીસે ગુનો નોંધી આગળની તપાહ હાથધરી હતી. કવચીયા ગામના બંને યુવાનોના અકસ્માતમાં મોતને ભેટતા પરીવારના સભ્યો અને ગ્રામજનોમાં શોક વ્યાપી જવા માંડ્યો હતો તેમજ અંતિમવિધીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

Latest Stories