ભરૂચમાં વિકાસના કાર્યોનો ધમધમાટ
વિવિધ કાર્યોનું ખાતમુર્હુત
રૂ.1.28 કરોડના ખર્ચે થશે વિકાસના કામો
ડ્રેનેજ, રસ્તા અને પેવર બ્લોકના કામોનો સમાવેશ
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર આઠમાં વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતું
ભરૂચમાં દિવાળી પૂર્વે વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર આઠમાં રૂપિયા 94 લાખના ખર્ચે પાંચબત્તીથી સ્ટેશન રોડ અને આલી સુધીની ડ્રેનેજ લાઈન તેમજ રૂપિયા ૩૪ લાખના ખર્ચે પેવર બ્લોકના કામ અને રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આમ કુલ 1.28 કરોડના વિકાસના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા ભાજપના દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો તેમજ સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં વોર્ડ નંબર આઠમાં રૂપિયા ૮૦ લાખના ખર્ચે વિકાસના અન્ય કાર્યો પણ કરવામાં આવશે.
