ભરૂચ : વિહિપના અગ્રણી સ્વામી ઓમકારાનંદજીનું નિધન, કોરોનાથી પિડીત હતાં મહારાજ

New Update
ભરૂચ : વિહિપના અગ્રણી સ્વામી ઓમકારાનંદજીનું નિધન, કોરોનાથી પિડીત હતાં મહારાજ

ભરૂચ તાલુકાના કુકરવાડા ગામના પ્રખ્યાત પંચમુખી હનુમાન મંદિરના મહંત સ્વામી ઓમકારાનંદજીનો કોરોનાના કારણે દેહવિલય થયો છે. તેમના નશ્વર દેહને કોવીડ સ્મશાન ખાતે લઇ જઇને પંચમહાભુતમાં વિલિન કરાયો હતો.



ભરૂચ શહેર તથા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહયું છે અને અનેક નામી હસ્તીઓ તેના કારણે જીવ ગુમાવી ચુકી છે. ભરૂચના કુકરવાડાના પંચ મુખી હનુમાનજી મંદિરના મહંત અને વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદમાં સેવા આપતા ૧૦૮ પરમ પૂજ્ય શ્રી ઓમકારાનંદજી મહારાજનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જયાં આજરોજ તેમનો દેહવિલય થયો હતો. ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે આવેલાં કોવીડ સ્મશાન ખાતે તેમના નશ્વરદેહને પંચમહાભુતમાં વિલિન કરાયો હતો. તેમની અંતિમક્રિયા માં વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત મહામંત્રી અજય વ્યાસ, ભરૂચ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ બિપિન પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહયાં હતાં.

Latest Stories