ભરૂચ : મછાસરા ગામે વીજકંપનીની ટીમનું ચેકિંગ, જુઓ કયાં કારણસર ટીમને ગામમાંથી કાઢી મુકાય

New Update
ભરૂચ : મછાસરા ગામે વીજકંપનીની ટીમનું ચેકિંગ, જુઓ કયાં કારણસર ટીમને ગામમાંથી કાઢી મુકાય

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મછાસરા ગામે વીજચોરી ઝડપી પાડવા માટે દરોડા પાડવામાં આવ્યાં હતાં. વીજ કંપનીની ટીમોને જોઇ જાગૃત યુવાનોએ કર્મચારીઓ પાસે કોરોનાનો રીપોર્ટ માંગ્યો હતો પણ રીપોર્ટ નહિ હોવાથી કર્મચારીઓને ગામમાંથી બહાર નીકળી જવાની ફરજ પાડવામાં આવી હતી.

આમોદ તાલુકાના મછાસરા ગામે વીજ કંપનીની વિજિલન્સ ટીમે રેડ કરી પાંચ જેટલા જોડાણોમાંથી વીજચોરી ઝડપી પાડી હતી. જો કે ગામલોકોએ ચેકિંગ કરવા આવેલાં કર્મચારીઓ પાસે કોરોનાનો રીપોર્ટ માંગી ટીમોને ગામની બહાર નીકળી જવાની ફરજ પાડી હતી. ગામમાં થોડો સમય ચાલેલી કામગીરી દરમિયાન 25 હજાર રૂપિયા ઉપરાંતની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. મછાસરા ગામના જાગૃત યુવાનોએ વિજિલન્સ ટીમ પાસે કોરોનાનો રિપોર્ટ માંગતા વિજિલન્સ ટીમ પાસે ન હોવાથી ગામના જાગૃત નાગરિકોએ વિજિલન્સ ટીમને કોરોના રિપોર્ટ કરાવ્યા વિના ગામમાં પ્રવેશ કરવો નહીં તેમ જણાવ્યું હતું. ગામલોકોના વિરોધના પગલે ટીમને ગામ છોડવાની ફરજ પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહથી વીજ કંપનીની ટીમો વીજચોરી પાડવા માટે વિવિધ ગામોમાં ચેકિંગ કરી રહી છે.

Latest Stories