આજે વિશ્વકર્મા જયંતિની ઉજવણી ઝઘડીયા ખાતે કરવામાં આવી, ભગવાન વિશ્વકર્મા વાહનો અને શસ્ત્રો તેમજ હિન્દૂ દેવી-દેવતાઓની મહેલોના સ્થાપક પણ ગણાય છે. આજરોજ વિશ્વકર્મા જ્યંતી ઉજવણી વિવિધ સ્થળોએ સહેરો તેમજ ગામડાંઓમાં થતી હોય છે. જેના ભાગરૂપે આજરોજ ઝઘડિયા ખાતે પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતીની ઉજવણી ધાર્મિક માહોલમાં કરવામાં આવી હતી,
ઝઘડિયા નગરમાં વિશ્વકર્મા મહારાજની શોભાયાત્રા નીકળી હતી જેમા ભક્તો જોડાયા હતા અને પંચાલ સમાજ દ્વારા હવન કરી ઓજારો ની પૂજા કરી પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું, પંચાલ સમાજના આગેવાનો તેમજ વડીલો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
