New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/26210848/maxresdefault-355.jpg)
રાજયમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી પહેલા રાજકીય પાર્ટીઓના આગેવાનો અને કાર્યકરો એક પક્ષ છોડી બીજા પક્ષમાં જઇ રહયાં છે. ભરૂચમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી પહેલાં 100 જેટલા કાર્યકરો ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ થયાં છે.
ભરૂચ જિલ્લા પંચાયતના પુર્વ સભ્ય શકીલ અકુજીના પ્રયાસોથી ઉપરાલી, ભરથાણા, સામલોદ તેમજ આસપાસ આવેલાં ગામોના 100 જેટલા કાર્યકરોએ કોંગ્રેસની વિચારધારા અપનાવી છે. જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, ભરૂચ તાલુકાના પ્રમુખ સલીમ પટેલ સહિતના આગેવાનોએ કાર્યકરોને આવકાર આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં જોડાયેલાં કેટલાય કાર્યકરો વર્ષોથી ભાજપ સાથે નાતો ધરાવતાં હતાં.
Latest Stories