ભરૂચ: દાંડી યાત્રાનું ત્રાલસા ગામ ખાતે સ્વાગત, ૬૫ વર્ષના વૃદ્ધ દોડીને પૂર્ણ કરશે યાત્રા

ભરૂચ: દાંડી યાત્રાનું ત્રાલસા ગામ ખાતે સ્વાગત, ૬૫ વર્ષના વૃદ્ધ દોડીને પૂર્ણ કરશે યાત્રા
New Update

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઐતિહાસિક દાંડિયાત્રા સમની થી સવારે નીકળી અને ત્રાલસા ગામે પહોંચી હતી. દાંડીયાત્રામાં અમદાવાદના ૬૫ વર્ષના પિયુષભાઈ શાહ જેઓ દોડીને આખી યાત્રા પૂર્ણ કરશે.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેદ્ન્ર મોદી દ્વારા તારીખ 1મી માર્ચના રોજ અમદાવાદનાં સાબરમતી આશ્રમ ખાતેથી દાંડી યાત્રાનો પ્રારંભ ક્રવવામાં આવ્યો હતો જે દાંડી યાત્રાના રૂટ પર ફરી આજરોજ સમનીથી ભરૂચના ત્રાલસા ગામ ખાતે પહોચી હતી. જ્યાં દાંડી યાત્રિકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દાંડી યાત્રામાં 65 વર્ષીય પિયુષ શાહ સૌના આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.પિયુષ શાહ દોડીને દાંડી યાત્રા પૂર્ણ કરશે તેઓ સૌથી પહેલા ભરૂચના ત્રાલસા મુકામે આવી પહોંચ્યા હતા. પિયુષ શાહની આ ત્રીજી દાંડીયાત્રા છે.દાંડી  યાત્રામાં રોજેરોજ જે અંતર કાપવાનું હોય છે તમામ અંતર તેઓ દોડીને કાપે છે. યાત્રિકો માટે ત્રાલસાના અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી

#Bharuch #Gujarat #Amrut Mahotsav #Dandi Path #Dandi Yatra Route
Here are a few more articles:
Read the Next Article